Friday, January 3, 2025
More

    દિલ્હીમાં વીર સાવરકરના નામથી સ્થપાશે કોલેજ, પીએમ મોદી કરશે શિલાન્યાસ: અન્ય અનેક પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ પણ કરશે વડાપ્રધાન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (3 જાન્યુઆરી) પાટનગર દિલ્હીમાં અમુક અગત્યના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ-લોકાર્પણ કરવા માટે જઈ રહ્યા છે. જેમાં દિલ્હી યુનિવર્સિટી હેઠળ આવતી વીર સાવરકર કોલેજના ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે. 

    નજફગઢના રોશનપુરા સ્થિત નવનિર્માણ પામનાર આ કોલેજનું નામ વીર વિનાયક સાવરકરના નામ પરથી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે પીએમ મોદીના હસ્તે કોલેજનું ખાતમુહૂર્ત થશે. આ સિવાય DUના અન્ય બે પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે. જેમાં એક ઈસ્ટ દિલ્હીમાં ઈસ્ટર્ન કેમ્પસ અને વેસ્ટ દિલ્હીમાં વેસ્ટર્ન કેમ્પસ સ્થાપવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે. 

    પીએમ મોદી દિલ્હીના અશોક વિહારમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે નવનિર્મિત સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સનું પણ લોકાર્પણ કરશે, જેમાં 1675 નવા ફ્લેટ બનાવવામાં આવ્યા છે. 

    આ સિવાય તેઓ સરોજિની નગરમાં બે અરવન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને GPRA-ટાઇપ 2 ક્વાર્ટર્સનો સમાવેશ થાય છે. આ સિવાય તેઓ દ્વારકામાં એક CBSEની ઈન્ટિગ્રેટેડ ઑફિસનું પણ લોકાર્પણ કરશે.