વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન ઉદ્યોગપતિ અને સરકારના વિભાગ DOGEના ચીફ ઈલોન મસ્ક વચ્ચે શુક્રવારે (18 એપ્રિલ) ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ બાબતની જાણકારી સ્વયં વડાપ્રધાને આપી છે.
પીએમ મોદીએ એક X પોસ્ટમાં લખ્યું, “ઈલોન મસ્ક સાથે વાત થઈ. અમે તાજેતરમાં વૉશિંગ્ટન ડીસીમાં થયેલી અમારી બેઠક દરમિયાન જે મુદ્દાઓ ઉપર વાતો કરી હતી તેની ઉપર વિસ્તૃત ચર્ચા થઈ. ખાસ કરીને ટેકનોલોજી અને ઈનોવેશન જેવાં ક્ષેત્રોમાં ભાગીદારીની અપાર શક્યતાઓ પર અમારી વાતચીત થઈ. આ ક્ષેત્રોમાં અમેરિકા સાથેની આપણી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ભારત હંમેશા પ્રતિબદ્ધ રહેશે”
Spoke to @elonmusk and talked about various issues, including the topics we covered during our meeting in Washington DC earlier this year. We discussed the immense potential for collaboration in the areas of technology and innovation. India remains committed to advancing our…
— Narendra Modi (@narendramodi) April 18, 2025
ઉલ્લેખનીય છે કે આ વાતચીત એવા સમયે થઈ જ્યારે ઈલોન મસ્કની કંપનીઓ ટેસ્લા અને સ્ટારલિંક ભારતમાં પ્રવેશવા માટે તૈયારીઓ દર્શાવી ચૂકી છે. બીજી તરફ ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફની ઘોષણાઓ બાદ બંને દેશો વચ્ચે વ્યાપાર અને ટેરિફ અંગે વાતચીત પણ ચાલી રહી છે.
આ પહેલાં ફેબ્રુઆરીમાં પીએમ મોદી અમેરિકાની યાત્રાએ ગયા હતા ત્યારે ઈલોન મસ્કે તેમની સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને વચ્ચે ટેક્નોલોજી, ઇનોવેશન, સ્પેશ વગેરે ક્ષેત્રોમાં આગળ શું કરી શકાય અને ભારત તેમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તે મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી.