Saturday, March 8, 2025
More

    પીએમ મોદી પહોંચ્યા નવસારી, મહિલા દિવસ પર લખપતિ દીદીઓ સાથે સાધ્યો સંવાદ

    ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના નવસારી પહોંચ્યા છે, જ્યાં તેમણે મહિલા દિવસના ઉપલક્ષમાં ‘લખપતિ દીદીઓ’ સાથે સંવાદ સાધ્યો. 

    7 માર્ચે સુરતમાં જાહેર કાર્યક્રમ બાદ પીએમ મોદીએ ત્યાં જ રાત્રિરોકાણ કર્યું હતું. સવારે તેઓ સુરતથી નવસારી પહોંચ્યા. અહીં તેમણે એક વિશેષ કાર્યક્રમમાં લખપતિ દીદી યોજનાની લાભાર્થી મહિલાઓ સાથે સંવાદ કર્યો. જેમાં દસેક મહિલાઓએ ભાગ લીધો હતો. દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી. આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. 

    હવે પીએમ મોદી એક જાહેર સભાને સંબોધન કરવા માટે રવાના થશે, જ્યાં એક લાખથી વધુ મહિલાઓ કાર્યક્રમમાં ભાગ લેશે. 

    આ કાર્યક્રમની અન્ય એક વિશેષતા એ છે કે તેની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા મહિલા અધિકારીઓ સાંભળી રહ્યાં છે. ગુજરાત પોલીસે પ્રથમ વખત આ પહેલ કરી છે અને સંપૂર્ણ રીતે મહિલા અધિકારીઓના હાથમાં સંચાલન સોંપ્યું છે. 

    નવસારી કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ સીધા દિલ્હી જવા રવાના થશે.