2002ના ગોધરા હિંદુ હત્યાકાંડ પર બનેલી ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ પર પીએમ મોદીએ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, સત્ય સામે આવી રહ્યું છે એ સારી બાબત છે.
પીએમ મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, “સત્ય સામે આવી રહ્યું છે અને એ પણ એ રીતે કે લોકો તેને જોઈ શકે, એ બહુ સારી બાબત છે.”
Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.
— Narendra Modi (@narendramodi) November 17, 2024
A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y
આગળ વડાપ્રધાને કહ્યું, “ફેક નરેટિવ અમુક સમય માટે જ ટકી શકે છે, આખરે તો તથ્યો સામે આવતાં જ હોય છે.”
વાસ્તવમાં આલોક ભટ્ટ નામના જાણીતા ટ્વિટર યુઝરે ફિલ્મને લઈને એક પોસ્ટ કરી હતી અને તેમાં તેમણે પોતાના વિચારો જણાવ્યા હતા કે શા માટે દરેકે ફિલ્મ જોવી જોઈએ. તેમણે આ પોસ્ટમાં પીએમ મોદીને પણ ટેગ કર્યા હતા. પછીથી વડાપ્રધાને જવાબ આપ્યો હતો.
‘સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ હાલ ચર્ચામાં છે. ગોધરા કાંડ પર બનેલી આ ફિલ્મમાં લીડ રોલમાં વિક્રાંત મેસ્સી છે. ફિલ્મ એકતા કપૂરે બનાવી છે.