વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ફરી એક વખત રશિયાનો પ્રવાસ કરી શકે તેવા સંજોગો બની રહ્યા છે. મૉસ્કો દ્વારા પીએમ મોદીને 9 મેના રોજ આયોજિત વિક્ટરી ડે પરેડમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
રશિયાના નાયબ વિદેશ મંત્રી દ્વારા પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની વાતની પુષ્ટિ કરવામાં આવી છે. વાસ્તવમાં 9 મેના રોજ રશિયા દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જર્મની પર મળેલા વિજયની 80મી વર્ષગાંઠ ઉજવશે. આ માટે જ આયોજિત વિક્ટરી પરેડમાં ઉપસ્થિત રહેવા વડાપ્રધાનને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રશિયન ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરે જણાવ્યું કે, આમંત્રણ અપાઈ ચૂક્યું છે અને યાત્રા અંગે વાતચીત ચાલી રહી છે.
બીજી તરફ ભારતે પણ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે, પરંતુ હજુ ઔપચારિક રીતે સરકારે પુષ્ટિ આપી નથી. વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, રશિયાએ આમંત્રણ મોકલ્યું છે. યોગ્ય સમયે અમે નિર્ણય કરીને જાહેર કરીશું.