Wednesday, June 25, 2025
More

    ‘આ કશ્મીરિયત અને માનવતા પર હુમલો’: PM મોદીએ પહલગામ હુમલા અંગે આપ્યું નિવેદન, કહ્યું- કાશ્મીરના યુવાનો હવે આતંકવાદને જડબાતોડ જવાબ આપવા તૈયાર

    6 જૂન, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની (PM Modi at Jammu-Kashmir) મુલાકાત લીધી હતી. આ તેમની પહલગામ આતંકવાદી હુમલા અને ઑપરેશન સિંદૂર પછીની પ્રથમ મુલાકાત હતી. આ દરમિયાન PM મોદીએ કટરામાં એક જનસભાને સંબોધન કર્યું હતું.

    તેમણે જમ્મુ-કાશ્મીરને માભારતીના મુગટ સમાન ગણાવ્યુ હતું. આ સિવાય તેમણે ચિનાબ રેલવે બ્રિજ અને કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન સાથે ₹46,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો, જે જમ્મુ-કાશ્મીરના વિકાસની યાત્રામાં નવો વળાંક લાવશે.

    આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાન પર પણ પ્રહારો કર્યા. PM મોદીએ કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરીયત પર હુમલો કર્યો. પહલગામમાં માનવતા પર હુમલો થયો. જમ્મુ અને કાશ્મીરના યુવાનો હવે આતંકવાદને યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે. PMએ કહ્યું કે ગોળીબારમાં જેમના ઘરોને નુકસાન થયું છે તેમને 2 લાખ આપવામાં આવશે.

    PM મોદીએ ઑપરેશન સિંદૂરની પ્રશંસા કરી, જેમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત આતંકવાદ સામે કડક વલણ અપનાવશે. તેમણે કહ્યું કે આ ઑપરેશનના કારણે પાકિસ્તાનને ‘શરમજનક હાર’ મળી અને આ ઑપરેશન તેની નિષ્ફળતાનું પ્રતીક બનશે.

    મોદીએ કહ્યું કે ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવે છે. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલાનો ભારત ‘પોતાની શરતો પર’ જવાબ આપશે અને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરશે.