Saturday, January 4, 2025
More

    પીએમ મોદીને કુવૈતનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન એનાયત કરાયો પુરસ્કાર

    કુવૈતની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાંનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 

    પીએમ મોદીને કુવૈતના એવોર્ડ ‘ધ ઑર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનિત કરવામાં આવ્યા. ત્યાંના એમિર શેખ મશાલ અલ-અહમદ અલ-જબર અલ સબાહે તેમને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. 

    અહીં બંને દેશોના વડાઓએ દ્વિપક્ષીય વાતચીત પણ યોજી હતી, જેમાં વ્યાપારિક અને રણનીતિક સંબંધોની અને તેને આગળ લઈ જવાની ચર્ચા કરવામાં આવી. 

    બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં વીસ દેશો પોતાનાં સર્વોચ્ચ સન્માન એનાયત કરી ચૂક્યા છે. જેના વિશે તેઓ કહેતા રહે છે કે આ તેમનું નહીં પરંતુ ભારતનું અને 140 કરોડ ભારતવાસીઓનું સન્માન છે. 

    વડાપ્રધાન મોદી શનિવારે (21 ડિસેમ્બર) કુવૈતની યાત્રાએ પહોંચ્યા હતા. બે દિવસની યાત્રાનો આજે અંતિમ દિવસ છે. બીજા દિવસે તેમણે ભારતીય સમુદાયના ત્યાં કામ કરતા શ્રમિકો સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત, તેમને શાસકના મહેલમાં ઔપચારિક ગાર્ડ ઑફ ઑનર પણ આપવામાં આવ્યું હતું.