ગુરુવાર (3 ઑક્ટોબર)થી દેશભરમાં નવરાત્રિનું પાવન પર્વ શરૂ થઈ રહ્યું છે, જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પર્વના શુભારંભે શુભકામનાઓ પાઠવી.
X પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું કે, ‘સમસ્ત દેશવાસીઓને નવરાત્રિની અસીમ શુભકામનાઓ. શક્તિ-વંદનાને સમર્પિત આ પાવન પર્વ સૌ કોઈ માટે શુભકારી સિદ્ધ થાય તેવી કામના. જય માતાજી.’
समस्त देशवासियों को नवरात्रि की असीम शुभकामनाएं। शक्ति-वंदना को समर्पित यह पावन पर्व हर किसी के लिए शुभकारी सिद्ध हो, यही कामना है। जय माता दी!
— Narendra Modi (@narendramodi) October 3, 2024
ગૃહમંત્રી શાહે પણ નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યું, ‘સમસ્ત દેશવાસીઓને નવરાત્રિના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. નવરાત્રિ શક્તિની આરાધના, આધ્યાત્મિક ઉત્જના સંચય અને જગત જનની મા અંબેનાં નવ રૂપોની ઉપાસનાનું મહાપર્વ છે. મા દુર્ગા સમક્ષ સમસ્ત વિશ્વના કલ્યાણ, સુખ અને શાંતિની કામના કરું છું.
समस्त देशवासियों को नवरात्रि के पावन पर्व की हार्दिक शुभकामनाएँ।
— Amit Shah (@AmitShah) October 3, 2024
नवरात्रि, शक्ति की आराधना, आध्यात्मिक ऊर्जा के संचय और जगत जननी माँ अम्बे के नौ रूपों की उपासना का महापर्व है। माँ दुर्गा से समस्त विश्व के कल्याण, सुख और शांति की कामना करता हूँ।
जय माता दी! pic.twitter.com/AENsH9GnPQ
નોંધનીય છે કે ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે. ઠેરઠેર દસ દિવસ માટે માતાજીની આરાધના કરીને ગરબા ગાવામાં આવે છે. શહેરોમાં મોટાં આયોજનો કરવામાં આવે છે. આ વર્ષે ભૂપેન્દ્ર પટેલ સરકારે સમયમર્યાદામાં પણ છૂટછાટ આપી છે, જેથી રંગેચંગે રાજ્યમાં તહેવારની ઉજવણી કરવામાં આવશે.
3 ઑક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. 12 ઑક્ટોબરના રોજ દશેરા પર્વની ઉજવણી સાથે પૂર્ણાહૂતિ થશે.