Tuesday, March 18, 2025
More

    ‘સૌને ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ મળે…’: PM મોદીએ દેશવાસીઓને નવા કેલેન્ડર વર્ષની શુભેચ્છાઓ પાઠવી

    આજે જ્યારે વિશ્વ 2025માં પ્રવેશી રહ્યું છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બુધવારે આગામી કેલેન્ડર વર્ષ (New Year) માટે હાર્દિક શુભેચ્છાઓ આપી છે. વડાપ્રધાન મોદીએ આ વર્ષના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે નવી તકો, વ્યક્તિગત વિકાસ અને સામૂહિક કલ્યાણના (new opportunities, personal growth, and collective well-being) મહત્વ પર ભાર મૂક્યો હતો.

    “2025ની શુભકામનાઓ! આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને શાશ્વત ઉમંગ લઈને આવે. દરેક વ્યક્તિ ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ પામે,” PM મોદીએ X પર કહ્યું.

    આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિએ 2025માં બધા માટે સુખ, સંવાદિતા અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી અને ભારત તેમજ વિશ્વ માટે ઉજ્જવળ, વધુ સમાવેશી અને ટકાઉ ભવિષ્ય બનાવવા માટે હાકલ કરી હતી.