Monday, April 14, 2025
More

    ‘…. તો મુસલમાન યુવાનોને પંચર ના બનાવવા પડતા…’ -હરિયાણાથી PM મોદી: કહ્યું- વક્ફની જમીનોનો પ્રામાણિકતાથી ઉપયોગ થયો હોત તો ગરીબ મુસ્લિમોનું ભલું થયું હોત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) હાલ હરિયાણાના (Haryana) પ્રવાસ પર છે. અહીં તેમણે અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે અને બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી છે. આ દરમિયાન તેમણે સભાને પણ સંબોધિત કરી છે. સંબોધન દરમિયાન તેમણે વક્ફ કાયદા (Waqf Act) વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વક્ફના નામ પર લાખો હેક્ટર જમીન આખા દેશમાં છે. આ જમીનથી ગરીબ મુસ્લિમોનું ભલું થવું જોઈતું હતું.

    તેમણે વધુમાં કહ્યું કે, “આજે જો ઈમાનદારીથી તેનો ઉપયોગ થયો હોત તો મારા મુસ્લિમ યુવાનોને સાયકલના પંચર બનાવીને જીવન ગુજારવું પડત. પરંતુ, તેનાથી મુઠ્ઠીભર ભૂમાફિયાઓનું જ ભલું થયું છે. પસમંદા મુસ્લિમ સમાજને કોઈ ફાયદો થયો નથી અને આ ભૂમાફિયા દલિતો, પછાતો, આદિવાસીઓ અને વિધવા મહિલાઓની જમીનો લૂંટી રહ્યા હતા.”

    તેમણે વધુમાં કહ્યું કે, “સેંકડો વિધવા મુસ્લિમ મહિલાઓએ ભારત સરકારને પત્ર લખ્યો, ત્યારે જઈને આ કાયદાની ચર્ચા આવી છે. વક્ફ કાયદામાં બદલાવ બાદ હવે ગરીબોથી જે લૂંટવામાં આવી રહ્યું છે, તે બંધ થઈ જવાનું છે.”