Saturday, March 8, 2025
More

    આજે હરિયાણાની સૈની સરકારનો શપથગ્રહણ સમારંભ: PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

    તાજેતરની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં (Haryana) કોંગ્રેસને જોરદાર હાર આપીને ભાજપે સતત ત્રીજી વાર પોતાની સરકાર બનાવવા તરફ ડગ માંડ્યા છે. વિધાયકદળની બેઠકમાં ચાલુ મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈની (Nayab Singh Saini) પર ફરી પસંદગીનો કળશ ઢોળાયો છે. આજે (17 ઓક્ટોબર) તેમની શપથગ્રહણ સમારંભ (oath ceremony) યોજવાનો છે.

    નોંધનીય છે કે 16 ઓક્ટોબરે યોજાયેલી વિધાયકદળની બેઠકમાં સૌએ એકમતે નાયબ સિંઘ સૈનીને પોતાના નેતા પસંદ કર્યા હતા. જે બાદ આજે યોજાનાર શપથગ્રહણ સમારંભ માટે પૂરજોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે આ સમારંભમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના તમામ મોટા નેતાઓ હાજર રહેવાના છે. 19 ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. સમારંભ બાદ ચંદીગઢમાં આ તમામ મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓની બેઠક પણ યોજાવાની છે.