વડાપ્રધાન મોદીએ યુદ્ધવિરામને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, આખી દુનિયા સામે પાકિસ્તાન બેનકાબ થઈ ગયું છે. પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઈલો ભારત સામે તણસલા સાબિત થયા છે. તેમણે કહ્યું છે કે, ઑપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાનમાં ભયાનક તબાહી મચાવી હતી.
તમામ આતંકી ઇન્ફ્રાસ્ટ્રકચર તબાહ કરી દીધા છે અને પાકિસ્તાને આતંકવાદનો સાથ આપીને ભારત પર વળતો જવાબ પણ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનને તમામ પાસાઓ પર ઘેરી લીધું હતું અને પાકિસ્તાન ઘૂંટણીયે આવી ગયું હતું. તેમણે કહ્યું કે, ભયંકર તબાહી બાદ પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરી હતી. આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાને આતંકવાદ બંધ કરવાની પણ બાહેંધરી આપી હતી.
PM મોદીએ એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાનની તૈયારી સીમા પર વાર કરવાની હતી અને ભારતે સીના પર વાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાન સાથે હવે કોઈ વાતચીત નહી થાય, જ્યાં સુધી આતંકવાદ પોષશે ત્યાં સુધી કોઈ સંપર્ક નહીં.