Wednesday, June 25, 2025
More

    ‘પહલગામ હુમલાના બીજા જ દિવસે બિહારમાં આપેલું આતંકી કેમ્પોનો નાશ કરવાનું વચન મેં કર્યું પૂર્ણ’: PM મોદીએ કરકટ રેલીમાં ઑપરેશન સિંદૂર અંગે કરી વાત

    ઑપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પ્રથમવાર બિહારમાં PM મોદીની (PM Narendra Modi) રેલી યોજાઈ હતી. કરકટમાં યોજાયેલી રેલી દરમિયાન જનસભામાં તેમણે આતંકવાદ સામે ભારતની અટલ નીતિને ફરીથી રજૂ કરી હતી. રેલીમાં તેમણે તાજેતરના આતંકવાદી હુમલાઓ પછી દેશના નિર્ણાયક કાર્યવાહીઓ પર ભાર મૂક્યો હતો.

    PM મોદીએ ભારતીય સૈન્યની ઝડપી પ્રતિક્રિયાની પ્રશંસા કરતા કહ્યું કે, “પહલગામ હુમલાના એક દિવસ બાદ મેં બિહારની મુલાકાત લીધી અને કહ્યું કે આતંકવાદી કેમ્પો નાશ કરવામાં આવશે. મેં તે વચન પૂરું કર્યું.”

    તેમણે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો પર ઝડપી હુમલાની વિગતો આપતા કહ્યું કે, “પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો પર અમારા સૈન્યે માત્ર 22 મિનિટમાં હુમલો કર્યો; તેમણે ક્યારેય નહીં વિચાર્યું હોય કે ભારત આવા મોટા નિર્ણયો લઈ શકે છે.”

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “…આજે, બિહારની ધરતી પરથી, હું પુનરાવર્તન કરવા માંગુ છું કે દુશ્મને ઑપરેશન સિંદૂર દ્વારા ભારતની તાકાત જોઈ લીધી છે, પરંતુ દુશ્મને સમજી લેવું જોઈએ કે આ આપણા તર્કશનું માત્ર પહેલું તીર છે…”

    તેમણે વધુમાં કહ્યું કે, “પાકિસ્તાન અને દુનિયાએ ભારતની દીકરીઓના સિંદૂરની શક્તિ જોઈ છે! આતંકવાદીઓ પાકિસ્તાની સેનાના રક્ષણ હેઠળ પોતાને સુરક્ષિત માનતા હતા. આપણી સેનાએ તેમને એક જ ઝાટકે ઘૂંટણિયે પાડી દીધા. અમે પાકિસ્તાનના એરબેઝ અને તેમના લશ્કરી ઠેકાણાઓને મિનિટોમાં નષ્ટ કરી દીધા. આ નવું ભારત છે, આ નવા ભારતની શક્તિ છે.”