Sunday, March 16, 2025
More

    PM મોદીએ ભારત મંડપમની કરી સરપ્રાઈઝ વિઝિટ, ગતિશક્તિ અનુભૂતિ કેન્દ્રના નિરીક્ષણ બાદ કરી પ્રશંસા

    વડાપ્રધાન મોદીએ રવિવારે ભારત મંડપની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તેમણે અચાનક જ ભારત મંડપમ ખાતે સ્થિત પ્રધાનમંત્રી ગતિશક્તિ અનુભૂતિ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ પણ કર્યું હતું. અનુભૂતિ કેન્દ્રમાં પ્રધાનમંત્રી ગતિશક્તિની મુખ્ય વિશેષતાઓ, ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

    વડાપ્રધાન મોદીએ આ દરમિયાન PM ગતિશક્તિના પ્રભાવના કારણે દેશભરમાં યોજનાઓના આયોજન અને અમલીકરણમાં થયેલી પ્રગતિની પ્રશંસા પણ કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગતિશક્તિ અનુભૂતિ કેન્દ્ર એક પરિવર્તનકારી પહેલ તરીકે ઊભરી છે, જેનો હેતુ ભારતના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ક્રાંતિ લાવવાનો છે.

    વડાપ્રધાન મોદીએ ગતિશક્તિ યોજના શરૂ થયાની ત્રીજી વર્ષગાંઠ પર ભારત મંડપમ ખાતે ગતિશક્તિ અનુભૂતિ કેન્દ્રની ઓચિંતી મુલાકાત કરી હતી.