Saturday, November 2, 2024
More

    ‘માત્ર PM મોદી જ અટકાવી શકે છે યુદ્ધ, ભારતમાં જ યોજાવું જોઈએ શાંતિ સંમેલન’: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવવામાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે, તેઓ ઈચ્છે છે કે, બીજું યુક્રેન શાંતિ સંમેલન નાવી દિલ્હીમાં યોજાય. તેમણે કહ્યું કે, જો વડાપ્રધાન મોદી ઈચ્છે તો આ થઈ શકે તેમ છે.

    ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું હતું કે, મોદી વસ્તી અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ખૂબ મોટા દેશના રાષ્ટ્રનાયક છે. તેમણે ઉમેર્યું કે, “ભારત અને મોદી કોઈપણ સંઘર્ષને રોકવામાં મોટી અસર ઊભી કરી શકે છે. PM મોદી ઈચ્છે તો આગામી શાંતિ સંમેલનમાં ભારતમાં યોજી શકાય છે.”

    નોંધવા જેવું છે કે, આ પહેલાં ઘણા અમેરિકી અધિકારીઓ, નેતાઓ તથા વિશ્વના પણ ઘણા નેતાઓએ વડાપ્રધાન મોદીને લઈને આવા જ નિવેદનો આપ્યા હતા. તાજેતરમાં જ ઈટાલિયન વડાંપ્રધાન મેલોનીએ કહ્યું હતું કે, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.