Saturday, March 15, 2025
More

    સિંહબાળને બોટલથી પીવડાવ્યું દૂધ, ચિમ્પાન્ઝી, હાથી, જિરાફ, ડોલ્ફિન સાથે ખાસ મોમેન્ટ્સ: PM મોદીએ 7 કલાક વિતાવ્યા ‘વનતારા’માં

    PM મોદી (PM Modi) શનિવારે (1 માર્ચ) જામનગરની (Jamnagar) મુલાકાત પર આવ્યા હતા. ટે દરમિયાન તેમણે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની યાત્રા કરી હતી. સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના બાદ તેમણે જામનગર સ્થિત અનંત અંબાણીના ‘વનતારા એનિમલ સેન્ટર’ની (Vantara) મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાને અંદાજે 7 કલાક જેટલો સમય વનતારામાં વિતાવ્યો હતો.

    આ દરમિયાન તેમણે વિવિધ પ્રાણીઓ સાથે પણ સમય વિતાવ્યો હતો. આ સાથે જ તેમણે વનતારાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે સિંહબાળને બોટલમાં દૂધ પીવડાવ્યું હતું. ટે ઉપરાંત ચિમ્પાન્ઝી, હાથી, જિરાફ, વાઘ, સિંહ, ગેંડા અને અન્ય પણ ઘણા પ્રાણીઓ સાથે પણ તેમના ખાસ મોમેન્ટ્સ જોવા મળ્યા હતા.

    તેમણે ખુલ્લી જીપમાં વનતારા સેન્ટરની સફર પણ ખેડી હતી. આ દરમિયાન અનંત અંબાણી પણ હાજર રહ્યા હતા. આ 7 કલાકના વિવિધ મોમેન્ટ્સનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનંત અંબાણીને વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરતા દર્શાવવામાં આવ્યા છે.