Tuesday, April 22, 2025
More

    ‘રાષ્ટ્રીય ચેતનાના સંવર્ધન માટે સો વર્ષ પહેલાં વાવેલું વિચારબીજ આજે મહાન વટવૃક્ષ બન્યું’: નાગપુરમાં સંઘ વિશે બોલ્યા પીએમ મોદી– RSS ભારતની અમર સંસ્કૃતિનું આધુનિક અક્ષયવટ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (30 માર્ચ) મહારાષ્ટ્રના નાગપુર પહોંચ્યા હતા. અહીં તેમણે ‘માધવ નેત્રાલય કેન્દ્ર’નો શિલાન્યાસ કર્યો. દરમ્યાન સંબોધનમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે અમુક અગત્યની વાત કહી. 

    પીએમ મોદીએ કહ્યું કે, ડૉ. હેડગેવાર અને એમએસ ગોળવેલકર જેવા હિંદુ અગ્રણીઓએ સો વર્ષ પહેલાં રાષ્ટીય ચેતનાના સંવર્ધન અને વિકાસ માટે જે વિચારબીજ વાવ્યું હતું એ આજે મહાન વટવૃક્ષ બની ગયું છે અને સંઘ એ કોઈ સામાન્ય સંગઠન નહીં પરંતુ ભારતની અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે. 

    વડાપ્રધાને ઉમેર્યું કે, “સિદ્ધાંત અને આદર્શ આ વટવૃક્ષને ઊંચાઈ આપે છે. લાખો-કરોડો સ્વયંસેવક તેની શાખાઓ છે. આ કોઈ સાધારણ વટવૃક્ષ નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતની અમર સંસ્કૃતિનું આધુનિક અક્ષય વટ છે. આ અક્ષય વટ ભારતીય સંસ્કૃતિને, રાષ્ટ્રની ચેતનાને નિરંતર ઉર્જાવાન બનાવી રહ્યો છે.”