Sunday, February 2, 2025
More

    ‘નહેરુ-ઇન્દિરાની સરકાર હોત તો 12 લાખમાંથી ચોથો ભાગ ટેક્સમાં આપવો પડ્યો હોત’: પીએમ મોદી 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (2 ફેબ્રુઆરી) દિલ્હીમાં એક જાહેરસભાને સંબોધતાં કોંગ્રેસ સરકારો વખતેના ટેક્સ અને તેમની સરકાર વખતના ટેક્સની સરખામણી કરી. 

    તેમણે કહ્યું, “જો નહેરુજીના જમાનામાં તમે 12 લાખ રૂપિયા કમાતા હોત તો તેની ઉપર પગારના 1/4 ભાગ જેટલી રકમ સરકાર પરત લઈ લેતી હતી. આજે જો ઈન્દિરાજીનો જમાનો હોત તો 12 લાખ સુધીની આવક પર 10 લાખ રૂપિયા ટેક્સમાં ચાલ્યા ગયા હોત.”

    તેમણે આગળ કહ્યું, “10-12 વર્ષ પહેલાં સુધી કોંગ્રેસની સરકાર વખતે તમે જો 12 લાખ રૂપિયા કમાતા હોત તો 2 લાખ 60 હજાર રૂપિયા ટેક્સ આપવો પડતો હતો.”

    આટલું જણાવીને પીએમ મોદીએ કહ્યું, “ભાજપ સરકારના કાલના બજેટ બાદ વર્ષમાં 12 લાખ કમાતા લોકોએ એક રૂપિયો પણ ટેક્સ આપવો પડશે નહીં.”

    ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીએ મોદી સરકારે રજૂ કરેલા બજેટમાં ઇન્કમ ટેક્સ પર છૂટ આપીને લિમિટ 12 લાખ કરી દેવામાં આવી છે, જેથી 12 લાખ સુધીની આવક પર કોઈ ઇનકમ ટેક્સ લાગુ પડશે નહીં.