Friday, January 31, 2025
More

    ‘શાહી પરિવાર અહંકારમાં ડૂબેલો, આ દરેક આદિવાસી ભાઈ-બહેનનું અપમાન’: રાષ્ટ્રપતિ વિશે સોનિયા-રાહુલની ટિપ્પણી બાદ પીએમ મોદીના પ્રહાર

    સંસદ સત્રના આરંભે રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે કરેલી ટિપ્પણીઓ બાદ પીએમ મોદીએ પાર્ટી પર નિશાન સાધ્યું છે. 

    દિલ્હીમાં એક સભા સંબોધતાં વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસનો શાહી પરિવાર અહંકારમાં ડૂબેલો છે અને તેમના પરિવારના એક સભ્યે કહ્યું કે, રાષ્ટ્રપતિએ બોરિંગ ભાષણ આપ્યું. બીજાં એક સભ્ય એક કદમ આગળ વધી ગયાં અને રાષ્ટ્રપતિજીને પુઅર થિંગ કહ્યાં. ગરીબ કહ્યાં. 

    તેમણે ઉમેર્યું, “એક આદિવાસીનું બોલવું તેમને પુઅર થિંગ લાગે છે. આ દરેક આદિવાસી ભાઈ-બહેનનું અપમાન છે. જે જમીનથી ઉપર ઉઠીને આવે છે તેમને કોંગ્રેસનો શાહી પરિવાર બિલકુલ પસંદ કરતો નથી. આદિવાસી, દલિત, OBC સમુદાયમાંથી જે આગળ વધે છે તેને તેઓ અપમાનિત કરતા રહે છે.”

    શાહી પરિવારને વિદેશોમાં ભારતનું અપમાન કરવું અને અર્બન નક્સલીઓની વાતો જ વધુ સારી લાગે છે તેમ કહેતાં વડાપ્રધાને ઉમેર્યું કે, દિલ્હીએ સાવચેત રહેવાનું છે. હારના ડરથી આ બંને અહંકારી (AAP-કોંગ્રેસ) પડદા પાછળ મળી ગયા છે.