Tuesday, April 22, 2025
More

    ‘તમિલનાડુના નેતાઓના પત્ર મારી પાસે આવે છે, કોઈના હસ્તાક્ષર તમિલમાં હોતા નથી’: ભાષા વિવાદના જોરે રાજકારણ કરનારા વિપક્ષી નેતાઓને પીએમ મોદીએ આડેહાથ લીધા 

    રામનવમીના વિશેષ અવસર પર વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ-લોકાર્પણ માટે તમિલનાડુ પહોંચેલા પીએમ મોદીએ સંબોધનમાં સત્તાધારી DMKને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, નેતાઓ તેમને પત્ર લખે છે, પણ તેમાં ક્યારેય તમિલમાં હસ્તાક્ષર નથી કરતા. 

    પીએમ મોદીએ કહ્યું, તમિલનાડુથી અનેક નેતાઓના પત્રો તેમને મળે છે, પરંતુ તેની ઉપર ક્યારેય તમિલમાં હસ્તાક્ષર થયેલા તેમણે જોયા નથી. જો આ નેતાઓને ભાષા પર ખરેખર ગર્વ હોય તો હસ્તાક્ષર માતૃભાષામાં કરવા જોઈએ. 

    વડાપ્રદ્યાને કહ્યું, “તમિલ ભાષા અને વારસો દુનિયાના ખૂણેખૂણે પહોંચે તે માટે કેન્દ્ર સરકાર મહેનત કરી રહી છે. પણ હું હેરાન થઈ જાઉં છું એ જોઇને કે તમિલનાડુના અમુક નેતાઓના પત્રો મારી પાસે આવે છે….ક્યારેય કોઈ નેતા તમિલ ભાષામાં સહી નથી કરતા. તમિલનું ગૌરવ ખરેખર હોય તો તમિલ ભાષામાં પોતાના હસ્તાક્ષર તો કરો.”

    ઉલ્લેખનીય છે કે તમિલનાડુની સત્તાધારી DMK પાર્ટી અવારનવાર ભાષા વિવાદ જન્માવવાના પ્રયાસ કરતી રહે છે અને કેન્દ્ર પર હિન્દી થોપવાના આરોપો લગાવતી રહે છે.