Saturday, March 8, 2025
More

    હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું, મારા જીવનના અકાઉન્ટમાં કરોડો માતાઓ-બહેનોના આશીર્વાદ છે: પીએમ મોદી

    ગુજરાત પ્રવાસના બીજા દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મહિલા દિવસ પર આયોજિત આ કાર્યક્રમમાં લખપતિ દીદીઓનું સન્માન કરવામાં આવ્યું અને મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓનો શુભારંભ થયો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે, કારણ કે તેમના માથે કરોડો માતાઓ-બહેનોના આશીર્વાદ છે. 

    પીએમ મોદીએ કહ્યું, “આજે હું કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું. આ સાંભળીને અમુક ટ્રોલ સેનાના કાન ઊભા થઈ જશે. પરંતુ હું ફરી કહું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું, કારણ કે મારા અકાઉન્ટમાં કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ છે.”

    તેમણે કહ્યું, “માતાઓ-બહેનો અને દીકરીઓના આશીર્વાદ જ મારા માટે સૌથી મોટી પ્રેરણા છે. મારી શક્તિ છે, જીવનની બહુ મોટી પૂંજી છે અને મારું સુરક્ષાકવચ પણ છે.”