Monday, July 14, 2025
More

    ‘ટ્રમ્પે મને નિમંત્રણ આપ્યું હતું, પણ….’: ઓડિશામાં પીએમ મોદીએ કહ્યું– મારે મહાપ્રભુની ધરતી પર આવવું જરૂરી હતું, નમ્રતાપૂર્વક આમંત્રણ નકાર્યું

    તાજેતરમાં G7 સમિટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં ટ્રમ્પે પીએમ મોદીને અમેરિકા આવવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ પીએમ મોદીએ નમ્રતાપૂર્વક નકારી દીધું હતું. હવે આ બાબતનો ઉલ્લેખ વડાપ્રધાને પોતાની ઓડિશા યાત્રા દરમિયાન કર્યો છે. 

    પીએમ મોદીએ કહ્યું કે, તેમણે ટ્રમ્પનું આમંત્રણ એટલા માટે નકાર્યું હતું કારણ કે તેમણે મહાપ્રભુની ભૂમિ પર આવવાનું હતું. 

    તેમણે કહ્યું, “2 દિવસ પહેલાં હું G7 સમિટ માટે કેનેડામાં હતો અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મને ફોન કર્યો. તેમણે કહ્યું, કેનેડા આવ્યા જ છો તો વૉશિંગ્ટન થઈને જાઓ. સાથે જમીશું–વાતો કરીશું. તેમણે આગ્રહપૂર્વક નિમંત્રણ આપ્યું. મેં અમેરિકાના રાષ્ટ્રપતિને કહ્યું કે તમારા નિમંત્રણ માટે ધન્યવાદ પરંતુ મારે મહાપ્રભુની ધરતી પર જવું બહુ જરૂરી છે. એટલે મેં તેમના નિમંત્રણને નમ્રતાપૂર્વક ના પાડી અને તમારો પ્રેમ, મહાપ્રભુની ભક્તિ મને આ ધરતી પર ખેંચી લાવી.”