Monday, June 23, 2025
More

    ‘આપણાં મંદિરો પર જ્યારે હુમલા થયા, ત્યારે લોકમાતાએ તેમને સંરક્ષિત કરવાનું કામ ઉપાડ્યું હતું’: પીએમ મોદીએ 300મી જન્મજયંતી પર અહિલ્યાબાઈને યાદ કર્યાં

    દેશ મહારાણી અહિલ્યાભાઈની 300મી જયંતી ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં તેમને યાદ કર્યાં હતાં. 

    પીએમ મોદીએ કહ્યું, “દેવી અહિલ્યાબાઈ ભારતના વારસાના મોટાં સંરક્ષક હતાં. જ્યારે દેશની સંસ્કૃતિ પર, આપણાં મંદિરો, આપણાં તીર્થસ્થાનો પર હુમલાઓ થઈ રહ્યા હતા, ત્યારે લોકમાતાએ તેમને સંરક્ષિત કરવાનું બીડું ઉપાડ્યું હતું. તેમણે કાશી વિશ્વનાથ સહિત આખા દેશમાં આપણાં અનેક મંદિરો, આપણાં તીર્થોનું પુનર્નિર્માણ કર્યું હતું.”

    તેમણે ઉમેર્યું, “મારું સૌભાગ્ય છે કે જે કાશીમાં લોકમાતા અહિલ્યાબાઈએ વિકાસનાં આટલાં કામો કર્યાં, એ કાશીએ મને પણ સેવાનો અવસર આપ્યો. આજે તમે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા જશો તો ત્યાં દેવી અહિલ્યાબાઈની મૂર્તિ પણ મળશે.”

    ઉલ્લેખનીય છે કે દેવી અહિલ્યાબાઈએ પોતાના શાસનકાળ દરમિયાન અનેક હિંદુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જેમાંથી એક કાશી વિશ્વનાથનો પણ સમાવેશ થાય છે.