PM મોદીએ (PM Modi) પ્રયાગરાજ મહાકુંભમાં (Prayagraj Mahakumbh) પહોંચીને સંગમ સ્નાન (Sangam Snan) કર્યું છે. જાણવા મળી રહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા, તેમના હાથ અને ગળામાં રુદ્રાક્ષની માળા પણ હતી. સૌપ્રથમ તેમણે ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને સંગમમાં ડૂબકી લગાવી છે. તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ સાથે જ અન્ય વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
PM Modi takes holy dip at Sangam in Mahakumbh
— ANI Digital (@ani_digital) February 5, 2025
Read @ANI Story | https://t.co/f4Cl8kJpAq#PMModi #Mahakumbh2025 #Sangam #HolyDip pic.twitter.com/gtu6mhmRbD
PM મોદી લગભગ અઢી કલાક પ્રયાગરાજમાં રહ્યા હતા. આ સાથે જ તેઓ સાધુ-સંતોના આશીર્વાદ પણ મેળવી શકે છે. તેઓ મોટર બોટ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમ પહોંચ્યા હતા. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચારની સાથે તેમણે મહાકુંભમાં સંગમ સ્નાન કર્યું છે. લગભગ 5 મિનિટ સુધી PM મોદીએ મંત્રજાપ કરીને સૂર્ય નારાયણની પૂજા કરી હતી.
શ્રદ્ધાળુઓને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે તેથી વડાપ્રધાન મોદી બમરૌલી એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા અરેલ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ બોટ દ્વારા મેળામાં આવ્યા હતા. વડાપ્રધાનની મુલાકાતને લઈને સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. સંગમ વિસ્તારમાં પેરામિલિટ્રી ફોર્સ પણ તહેનાત કરી દેવામાં આવી છે.