Tuesday, June 24, 2025
More

    ગાંધીનગરમાં PM મોદીનો રોડ શો: ખુલ્લી જીપમાં જનતાનું ઝીલ્યું અભિવાદન: હાથમાં તિરંગા સાથે ઉમટી પડ્યા લોકો, સભાને કરશે સંબોધિત

    ઑપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 26 મેના રોજ વડોદરા, દાહોદ, ભુજ અને અમદાવાદની મુલાકાત બાદ હવે 27એ ઑપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી પીએમનો રોડ શો શરૂ થયો છે. આ બાદ વડાપ્રધાન મોદી 5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરશે.

    રોડ શોમાં વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડાપ્રધાનની જીપ સાથે પગપાળા ચાલતા નજરે પડ્યા છે. વધુમાં વડાપ્રધાનના રોડ શોમાં ઑપરેશન સિંદૂરના બેનર અને હાથમાં તિરંગો લઈને લોકો ઉમટી પડ્યા છે. વધુમાં સભાસ્થળે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

    રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત તેઓ એક જાહેરસભાને સંબોધિત પણ કરશે. વડાપ્રધાનના સભાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા છે અને મંત્રીઓ પણ મંચ પર આવતા દેખાયા છે.