Sunday, July 13, 2025
More

    ‘પાકિસ્તાન યુદ્ધવિરામ માટે પડ્યું હતું ઘૂંટણિયે, અમેરિકાની નહોતી કોઈ ભૂમિકા’: US પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીતમાં PM મોદીની સ્પષ્ટ વાત

    બુધવારે, 18 જૂન (ભારતીય સમય મુજબ) સવારે, વડા પ્રધાન મોદીએ (PM Modi) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સાથે 35 મિનિટ સુધી ફોન પર વાતચીત કરી હતી. બંને વિશ્વ નેતાઓ G7 સમિટ (G7 summit) દરમિયાન મળવાના હતા, પરંતુ ઇઝરાયેલ-ઈરાન વિવાદને કારણે ટ્રમ્પને વોશિંગ્ટન પાછા ફરવું પડ્યું હતું.

    વાતચીત દરમિયાન, વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું કે ‘ઑપરેશન સિંદૂર’ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી. વડા પ્રધાન મોદીએ સ્પષ્ટતા કરી કે ઑપરેશન સિંદૂરના સંબંધમાં કોઈ વેપાર સંબંધિત બાબત પર ચર્ચા થઈ નથી. નોંધનીય છે કે ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવા માટે વેપારનો ઉપયોગ કર્યો હતો.

    વડા પ્રધાન મોદીએ એ પણ સ્પષ્ટતા કરી કે ભારતે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગો પર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાના મુદ્દાને ઉકેલવા માટે ક્યારેય તૃતીય પક્ષની મધ્યસ્થી માંગી નથી અને ક્યારેય સ્વીકારશે પણ નહીં.