Tuesday, March 18, 2025
More

    ‘સરદાર પટેલ દરેક પેઢીને પ્રેરણા આપશે’: PM મોદીએ કેવડિયામાં ‘લોખંડી પુરુષ’ને આપી શ્રદ્ધાંજલિ; એકતાના લેવડાવ્યા શપથ

    31 ઓક્ટોબર એટલે કે સરદાર પટેલનો (Sardar PAtel) જન્મદિવસ દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) તરીકે પણ ઉજવાય છે. આ અવસરે આજે PM મોદી કેવડિયા પહોચ્યા હતા અને વિશ્વની સૌથી ઊંચી એવી સરદાર પટેલની પ્રતિમાને , સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity), પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

    આ અવસરે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. અહીં સૈન્ય પરેડ પણ યોજાઈ હતી જેમાં દેશભરમાંથી 16 માર્ચિંગ ટુકડીઓએ ભાગ લીધો હતો. ભારતીય વાયુસેનાએ ફ્લાયપાસ્ટ કરીને સરદાર પટેલ પર પુષ્પવર્ષા કરી હતી.

    PM મોદીને પોતાના વક્તવ્યમાં સરદાર પટેલને યાદ કરતા કહ્યું હતું કે તેઓ દરેક પેઢીને પ્રેરણા આપતા રહેશે. સાથે જ તેઓએ સૌને એકતાના શપથ લેવડાવ્યા હતા.