Sunday, March 23, 2025
More

    આજે પરાક્રમ દિવસ મનાવી રહ્યો છે દેશ, પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા 

    23 જાન્યુઆરીના દિવસે દેશ ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી કરી રહ્યો છે. મોદી સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું, ત્યારથી દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે. 

    વડાપ્રધાન મોદીએ ગુરુવારે (23 જાન્યુઆરી) X પર એક પોસ્ટ કરીને લખ્યું, “પરાક્રમ દિવસે હું નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરું છું. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમનું યોગદાન અતુલનીય હતું. તેઓ શૌર્ય અને સાહસના પ્રતીક હતા. તેમનું વિઝન નવા ભારતના નિર્માણમાં આપણને માર્ગદર્શન આપતું રહેશે.”

    ભૂતકાળની સરકારોમાં નેતાજી અને વીર સાવરકર જેવા નેતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું, પરંતુ વર્ષ 2021માં મોદી સરકારે નેતાજીના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2022માં દિલ્હીના કર્તવ્ય પથ ઉપર નેતાજીની એક ભવ્ય પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું.