Friday, December 6, 2024
More

    પીએમ મોદીએ જૈનાચાર્ય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજ સાથે કરી મુલાકાત, કહ્યું- સામાજિક સેવા અને આધ્યાત્મ પ્રત્યે તેમનું અનન્ય યોગદાન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (8 નવેમ્બર) મહારાષ્ટ્રની યાત્રાએ હતા. અહીં ધુલેમાં તેમણે એક જાહેરસભા પણ સંબોધી. અહીં તેમણે જૈનાચાર્ય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજ સાથે પણ મુલાકાત કરી હતી. 

    મુલાકાત બાદ પીએમ મોદીએ X પર લખ્યું કે, “ધુલેમાં જૈનાચાર્ય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી. સામાજિક સેવા અને આધ્યાત્મિકતા ક્ષેત્રમાં તેમનું યોગદાન અનન્ય છે. તેઓ તેમના લેખન માટે પણ ખૂબ આદર પામ્યા છે.”

    જૈનાચાર્ય ગુજરાતના અગ્રણી સંત છે. તેઓ આધ્યાત્મ અને સામાજિક મુદ્દાઓ પર લખતા અને બોલતા રહ્યા છે. તેમણે આ વિષયો પર સેંકડો પુસ્તકો લખ્યાં છે, જે ખૂબ વંચાયાં પણ છે.

    ‘લખી રાખો આરસની તકતી પર’ તેમનું ખૂબ જાણીતું પુસ્તક છે, જે મૂળરૂપે ગુજરાતી ભાષામાં લખાયા બાદ તેનો 10થી વધુ ભાષામાં અનુવાદ પણ થયો હતો.

    વર્ષ 2017માં ભારત સરકારે તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.