Friday, March 28, 2025
More

    ‘સમસ્યાનું શાંતિપૂર્ણ સમાધાન જરૂરી, ભારત સહયોગ માટે તૈયાર’: રશિયા-યુક્રેન સંઘર્ષ પર રાષ્ટ્રપતિ પુતિનને PM મોદીનો સંદેશ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે (22 ઑક્ટોબર) રશિયાના (Russia) કઝાનની (kazan) મુલાકાત પર છે. અહીં તેઓ BRICS સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (President Putin) સાથે મુલાકાત કરી હતી અને રશિયા-યુક્રેન યુદ્ધનું (Russia-Ukraine War) મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

    રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતનું માનવું છે કે, યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જરૂરી છે અને તેના માટે ભારત દરેક પ્રકારનો સહયોગ આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, ભારતના પ્રયાસોમાં માનવતાને પ્રમુખ સ્થાન આપવામાં આવે છે.

    તેમણે પુતિનને કહ્યું કે, “યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઈને હું સતત તમારા સંપર્કમાં રહ્યો છું. જેવું કે મેં પહેલાં પણ કહ્યું છે કે, અમારું માનવું છે કે, સમસ્યાનું શાંતિપૂર્ણ સમાધાન જરૂરી છે. અમે શાંતિ અને સ્થિરતાની સ્થાપનાનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ અને તેના માટે જરૂરી તમામ સહયોગ આપવા માટે પણ તૈયાર છીએ.”