Wednesday, June 25, 2025
More

    ‘જો સિંદૂર મિટાને નીકલે થે, ઉનકો મિટ્ટી મેં મિલા દિયા’: રાજસ્થાનમાં પીએમ મોદીએ કહ્યું– ઑપરેશન સિંદૂર શોધ-પ્રતિશોધનો ખેલ નહીં, સમર્થ ભારતનું રૌદ્ર રૂપ

    ગુરુવારે (22 મે) રાજસ્થાનના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ચલાવેલા ઑપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશ આપ્યો. 

    પીએમ મોદીએ કહ્યું, “જેઓ સિંદૂર સાફ કરવા નીકળ્યા હતા તેમને માટીમાં મેળવી દીધા છે. જેઓ હિન્દુસ્તાનનું લોહી વહેવડાવતા હતા, આજે પાઈ-પાઈનો હિસાબ ચૂકવ્યો છે. જેઓ વિચારતા હતા કે ભારત ચૂપ રહેશે, આજે ઘરોમાં પડ્યા છે. જેઓ પોતાના હથિયારો પર ઘમંડ કરતા હતા, આજે તેઓ કાટમાળના ઢગલામાં દબાયેલા પડ્યા છે.”

    વડાપ્રધાને ઉમેર્યું, “આ કોઈ શોધ-પ્રતિશોધનો ખેલ નથી, આ ન્યાયનું નવું સ્વરૂપ છે. આ ઑપરેશન સિંદૂર છે. આ માત્ર એક આક્રોશ નથી, આ સમર્થ ભારતનું રૌદ્ર રૂપ છે. આ ભારતનું નવું સ્વરૂપ છે. પહેલાં ઘરમાં ઘૂસીને માર્યા હતા, હવે સીધો સામી છાતીએ પ્રહાર કર્યો છે.”