Monday, January 13, 2025
More

    લોકસભામાં બંધારણ પર ચર્ચાનો બીજો અને અંતિમ દિવસ, સાંજે જવાબ આપી શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    લોકસભામાં બંધારણની 75મી વર્ષગાંઠ પર યોજાયેલી ડિબેટનો શનિવારે (14 ડિસેમ્બર) બીજો અને અંતિમ દિવસ છે. જાણવા મળ્યા અનુસાર, ચર્ચાને અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જવાબ આપી શકે છે. 

    શનિવારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ચર્ચાની શરૂઆત કરશે. ત્યારબાદ દિવસ દરમિયાન વિવિધ પાર્ટીઓના, પક્ષ-વિપક્ષના સાંસદો સંબોધન કરશે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ સંબોધન કરી શકે તેવું અહેવાલો જણાવી રહ્યા છે. અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા પર જવાબ આપશે. 

    બંધારણ દિવસ પર ચર્ચા કરવા માટે લોકસભાએ બે દિવસ ફાળવ્યા હતા. શુક્રવારે પણ આ વિષય પર ચર્ચા થઈ હતી. જેમાં ભાજપ તરફે રાજનાથ સિંઘે ચર્ચાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વિપક્ષ તરફથી અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી વાડ્રા વગેરે નેતાઓએ સંબોધન કર્યું. પ્રિયંકા ગાંધીનું સંસદમાં આ પહેલું ભાષણ હતું અને પહેલા જ ભાષણમાં તેમણે અમુક વાતમાં લોચા માર્યા હતા. 

    આ પ્રકારની ચર્ચા 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં પણ થશે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચર્ચાની શરૂઆત કરી શકે. બીજી તરફ, સોમવારે લોકસભામાં ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ રજૂ થવા જઈ રહ્યું છે. 20 ડિસેબરના રોજ સત્રની પૂર્ણાહુતિ થઈ શકે.