Tuesday, April 8, 2025
More

    PM મોદીએ જોઈન કર્યું ટ્રુથ સોશિયલ, ટ્રમ્પે પોડકાસ્ટ શેર કર્યા બાદ બનાવ્યું એકાઉન્ટ: આભાર વ્યક્ત કરી ‘હાઉડી મોદી’નો ફોટો કર્યો પોસ્ટ

    ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) અમેરિકન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધક લેક્સ ફ્રિડમેનને (Lex Fridman) લગભગ 3 કલાકનો ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ પોડકાસ્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ટ્રુથ સોશિયલ પર શેર કર્યો હતો. જે પછી PM મોદીએ પણ ટ્રુથ સોશિયલ પર તેમનું એકાઉન્ટ બનાવ્યું છે.

    ટ્રુથ સોશિયલ પરની તેમની પહેલી પોસ્ટમાં, PM મોદીએ લખ્યું, “ટ્રુથ સોશિયલ પર આવીને ખૂબ જ ખુશ છું! અહીં હાજર બધા ઉત્સાહી લોકો સાથે વાતચીત કરવા અને આવનારા સમયમાં અર્થપૂર્ણ વાતચીત કરવા માટે આતુર છું.” તેમણે 22 સપ્ટેમ્બર, 2019ના રોજ ટેક્સાસના હ્યુસ્ટનમાં NRG સ્ટેડિયમમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ટ્રમ્પનો હાથ પકડેલો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

    નોંધનીય છે કે આ પહેલાં ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લોકપ્રિય યુએસ-સ્થિત પોડકાસ્ટર અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક લેક્સ ફ્રિડમેન સાથે PM મોદીના પોડકાસ્ટની લિંક શેર કરી હતી. ત્યારે મિત્ર ટ્રમ્પનો આભાર માનતા PM મોદીએ ટ્રુથ પર બીજી પોસ્ટ કરી હતી.

    રવિવારે પ્રસારિત થયેલ 3 કલાકના પોડકાસ્ટ દરમિયાન, PM મોદીએ ફ્રીડમેનને કહ્યું કે તેઓ અને ટ્રમ્પ ખૂબ જ સારી રીતે જોડાયેલા છે કારણ કે બંને પોતપોતાના દેશોને પ્રથમ રાખે છે.

    ઉલ્લેખનીય છે એ ટ્રુથ સોશિયલ મીડિયા, જેને ટ્રુથ સોશિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ (TMTG) વિકસાવવામાં આવેલ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જેને 21 ફેબ્રુઆરી 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.