વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) બુધવારે (13 નવેમ્બર) અમદાવાદના (Ahmedabad) ચાંદલોડિયા-બી રેલવે સ્ટેશન (Chandlodia B Railway Station) પર ‘પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર’નું (Pradhan Mantri Jan Aushadhi Kendra) વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધવા જેવું છે કે, PM મોદીએ દેશભરમાં 18 ‘પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ચાંદલોડિયા-બી રેલવે સ્ટેશન પરના કેન્દ્રનો પણ સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં સામેલ થયેલા અમદાવાદના મેયર પ્રતિભા જૈને ઉપસ્થિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને નવવર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી. દરમિયાન તેમણે કહ્યું હતું કે, ચાંદલોડિયા-બી રેલવે સ્ટેશન સહિત દેશભરના 18 રેલવે સ્ટેશન પર શરૂ થયેલા જન ઔષધિ કેન્દ્રો દેશ માટે ગૌરવ સમાન છે.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર દ્વારા લોકોને ઓછી કિંમતમાં ગુંવત્તાયુક્ત દવાઓ આપવામાં આવશે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેશે. તેમણે જણાવ્યું કે, હાલમાં દેશભરમાં 13,822 કેન્દ્રો ચાલી રહ્યા છે અને સરકાર તેને સતત વિસ્તારીત કરવાના પ્રયાસો પણ કરી રહી છે.