ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi in Gujarat) પ્રદેશને એક પછી એક ભેટો આપી રહ્યા છે. પહેલા તેઓએ વડોદરા ખાતે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેઓ અમરેલી (Amreli) પહોચ્યા હતા અને અહીં ભારત માતા સરોવરનું (Bharat Mata Sarovar) લોકાર્પણ કર્યું છે.
प्रधानमंत्री @narendramodi ने गुजरात के अमरेली में भारत माता सरोवर का उद्घाटन किया।#BharatMataSarovar | #Gujarat pic.twitter.com/BmUuqVcgsj
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) October 28, 2024
PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, “મને અહીં અમરેલીમાં આવીને ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો મહત્વનો અવસર મળ્યો છે. આ તમામ વિકાસ કાર્યો સૌરાષ્ટ્ર-કચ્છ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સૈરાષ્ટ્ર અને અમરેલીના ધરતીનો ગૌરવશાળી ભૂતકાળ રહેલો છે. આ એજ ભૂમિ છે જેણે યોગીજી મહારાજ આપ્યા, આ એજ ભૂમિ છે જેણે ભોજો ભગત આપ્યો છે.”
આ સિવાય PM મોદીએ દેશમાં જળ શક્તિ મંત્રાલયના નિર્માણને પણ યાદ કર્યું હતું. સાથે જ તેઓએ સૌની યોજના (Sauni Yojana) વિશે પણ વાત કરી હતી.