28મેના રોજ રાષ્ટ્રનાયક વિનાયક દામોદર સાવરકરની (Vinayak Damodar Savarkar) જન્મજયંતિ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. PM મોદીએ કહ્યું કે, રાષ્ટ્ર સાવરકરના સાહસ અને સંઘર્ષને ક્યારેય ભૂલી શકશે નહીં. સાવરકરે ભારતની આઝાદી માટે અને રાષ્ટ્રીય એકતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના વિચારો અને યોગદાન આજે પણ લોકોને પ્રેરણા આપે છે.
PM મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ભારત માતાના સાચા સપૂત વીર સાવરકરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. વિદેશી સરકારના કઠોર ત્રાસ પણ માતૃભૂમિ પ્રત્યેની તેમની ભક્તિને ડગાવી શક્યા નહીં.”
भारत माता के सच्चे सपूत वीर सावरकर जी को उनकी जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। विदेशी हुकूमत की कठोर से कठोर यातनाएं भी मातृभूमि के प्रति उनके समर्पण भाव को डिगा नहीं पाईं। आजादी के आंदोलन में उनके अदम्य साहस और संघर्ष की गाथा को कृतज्ञ राष्ट्र कभी भुला नहीं सकता। देश के लिए… pic.twitter.com/3OsxSN905I
— Narendra Modi (@narendramodi) May 28, 2025
તેમણે આગળ લખ્યું હતું કે, “કૃતજ્ઞ રાષ્ટ્ર સ્વતંત્રતા ચળવળમાં તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષની ગાથાને ક્યારેય ભૂલી શકશે નહીં. દેશ માટે તેમનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતની રચનામાં માર્ગદર્શક બનશે.” આ પોસ્ટ સાથે તેમણે એક વિડીયો પણ શેર કર્યો હતો.
क्रांतिकारियों के मुकुटमणि वीर सावरकर जी का जीवन मातृभूमि के प्रति समर्पण की पराकाष्ठा का प्रतीक है। किसी के हृदय में राष्ट्र और मातृभूमि के प्रति भाव कितना गहरा हो सकता है, यह वीर सावरकर जी के जीवन से पता चलता है।
— Amit Shah (@AmitShah) May 28, 2025
वीर सावरकर जी एक विरले स्वतंत्रता सेनानी होने के साथ ही ओजस्वी… pic.twitter.com/MpKmT86oTn
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ક્રાંતિકારીઓના મુગટના રત્ન સમાન વીર સાવરકરજીનું જીવન માતૃભૂમિ પ્રત્યેની ભક્તિના શિખરનું પ્રતીક છે. વીર સાવરકરજીનું જીવન દર્શાવે છે કે રાષ્ટ્ર અને માતૃભૂમિ પ્રત્યેની લાગણીઓ વ્યક્તિના હૃદયમાં કેટલી ઊંડી હોઈ શકે છે. વીર સાવરકરજી, એક દુર્લભ સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત, એક ઓજસ્વી લેખક પણ હતા.”
वीर सावरकर जी द्वारा रचित ‘अनादि मी… अनंत मी…’ गीत माँ भारती के प्रति अगाध प्रेम का प्रतीक और हर भारतीय की भावुक अभिव्यक्ति है।
— Amit Shah (@AmitShah) May 28, 2025
इस गीत का हिंदी भावांतरण करने वाली पूरी टीम को बधाई देता हूँ।
यह अमर गीत जरूर सुनें… pic.twitter.com/VVWBDS5Btq
તેમણે લખ્યું હતું કે, “વીર સાવરકરજી દ્વારા રચિત ‘અનાદી મી… અનંત મી…’ ગીત ભારત માતા પ્રત્યેના અપાર પ્રેમનું પ્રતીક છે અને દરેક ભારતીયની ભાવનાત્મક અભિવ્યક્તિ છે. હું આ ગીતનો હિન્દીમાં અનુવાદ કરનારી સમગ્ર ટીમને અભિનંદન આપું છું.” સાથે તેમણે ગીતના હિન્દી સંસ્કરણનો વિડીયો પણ શેર કર્યો હતો.