Monday, March 24, 2025
More

    ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ પર PM મોદી મહિલાઓને સોંપશે પોતાનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ: ‘મન કી બાત’માં કર્યું એલાન

    રવિવારે (23 ફેબ્રુઆરી) ‘મન કી બાત’ કાર્યક્રમમાં PM મોદીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ એક દિવસ માટે તેમના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રેરક મહિલાઓને સોંપશે. તેમણે કહ્યું છે કે, પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ટ કામ કરનારી મહિલાઓને એક દિવસ માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સોંપવામાં આવશે.

    વડાપ્રધાને ‘મન કી બાત’માં કહ્યું કે, “આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું એક એવી પહેલ શરૂ કરવા જઈ રહ્યો છું, જે આપણી નારીશક્તિને સમર્પિત છે. આ વિશેષ અવસર પર હું મારા X, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને દેશની અમુક પ્રેરણાદાયી મહિલાઓને એક દિવસ માટે સોંપવા જઈ રહ્યો છું.”

    વડાપ્રધાને વધુમાં કહ્યું કે, “એવી મહિલાઓ કે, જેમણે જુદા-જુદા ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે. આઠમી માર્ચે તેઓ પોતાના કાર્યો અને અનુભવો દેશવાસીઓ સમક્ષ રજૂ કરશે. પ્લેટફોર્મ ભલે મારૂ હશે, પરંતુ ત્યાં અનુભવ, પડકારો અને ઉપલબ્ધિઓ આ મહિલાઓની હશે.”