Tuesday, June 10, 2025
More

    ‘વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ગુજરાત બન્યું વિકાસનું રોલ મોડલ’: મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર CM ભૂપેન્દ્ર પટેલની પ્રેસ કોન્ફરન્સ, ઑપરેશન સિંદૂરનો પણ કર્યો ઉલ્લેખ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ (11 Years) થયાને લઈને ભાજપ ઉજવણી કરી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ (C R Patil) તથા અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

    આ દરમિયાન સી. આર. પાટીલ તથા ભૂપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે 11 વર્ષ દરમિયાન PM મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલી ઉપલબ્ધિઓ અને વિકાસ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં G20ની અધ્યક્ષતાનો પણ ઉલ્લેખ હતો.

    CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, “PM મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) પણ ભેટમાં આપી છે. આદરણીય PM મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, આપણે નવીનીકરણીય ઉર્જા અને પર્યાવરણને અનુકૂળ વિકાસ દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના પડકારોને પણ દૂર કરી રહ્યા છીએ…”

    તેમણે કહ્યું હતું કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન દેશનું અર્થતંત્ર 11માં સ્થાનેથી આજે 4થા સ્થાને આવી ગયું છે. આ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને ઑપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે PM મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસનું રોલ મોડલ બની રહ્યું છે.