Monday, July 14, 2025
More

    હવે ‘મેડ ઇન ઇન્ડિયા’ ડીઝલ લોકોમોટિવ મોકલાશે આફ્રિકન દેશમાં, પીએમ મોદીએ પ્રથમ એન્જિનને બતાવી લીલી ઝંડી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારે (20 જૂન) બિહારના (Bihar) સિવાનની મુલાકાતે હતા. અહીં તેમણે એક જનસભામાં કરોડોનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને શિલાન્યાસ ઉપરાંત ‘મેડ ઇન ઇન્ડિયા’ ડીઝલ લોકોમોટિવ પણ રવાના કર્યું, જે દક્ષિણ આફ્રિકન દેશ ગિની એક્સપોર્ટ કરવામાં આવશે. 

    મઢૌરા પ્લાન્ટમાં બનાવવામાં આવેલું આ સંપૂર્ણ સ્વદેશી ડિઝલ લોકોમોટિવ પહેલું એક્સપોર્ટ લોકોમોટિવ છે, જે આ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યું છે. જે હાઇ-હોર્સપાવર એન્જિન, એડવાન્સ્ડ પ્રોપલ્શન સિસ્ટમ, માઇક્રોપ્રોસેસર બેસ્ડ કન્ટ્રોલ સિસ્ટમ, એર્ગોનોમિક કેબ ડિઝાઇન અને રિજનરેટિવ બ્રેકિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. 

    મઢૌરાની આ ફેક્ટરી વેબટેક ઇન્ક અને ભારતીય રેલવેનો એક સંયુક્ત ઉપક્રમ છે, જેમાં રેલવેની ભાગીદારી 24% અને વેબટેકની હિસ્સેદારી 76% જેટલી છે. યુનિટની શરૂઆત 2018માં થિયા હતી અને અત્યાર સુધીમાં અહીં 729 લોકોમોટિવ બનાવવામાં આવી ચૂક્યાં છે. પરંતુ એ તમામ ભારતમાં જ ઉપયોગમાં લેવામાં આવતાં હતાં. પ્રથમ વખત બીજા દેશને રેલવે એન્જિન એક્સપોર્ટ કરવામાં આવશે. 

    બંને દેશો વચ્ચે થયેલા કરારના ભાગરૂપે ભારતીય રેલવે કુલ 150 ‘મેડ ઇન ઇન્ડિયા’ લોકોમોટિવ આફ્રિકા મોકલશે, જે માટે ₹3000 કરોડની ડીલ થઈ છે.