Friday, December 6, 2024
More

    પાંચ દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થયા પીએમ મોદી: બ્રાઝિલમાં G20 સમિટમાં ભાગ લેશે, નાઇજીરીયા અને ગુયાનાની પણ લેશે મુલાકાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વિદેશ પ્રવાસે રવાના થયા છે. આ વખતે તેઓ આફ્રિકી દેશોની મુલાકાત લેશે. 

    તેઓ 16થી 21 નવેમ્બર સુધી વિદેશ પ્રવાસ પર હશે, જે દરમિયાન તેઓ નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાત લેશે. 

    18-19 નવેમ્બર દરમિયાન બ્રાઝિલમાં આ વર્ષની G20 સમિટ પણ યોજાવા માટે જઈ રહી છે, જેમાં પીએમ મોદી સામેલ થશે. અહીં તેઓ અનેક દેશોના વડા સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. 

    પીએમ મોદી દ્વિતીય ભારત-કેરિકોમ સમિટમાં પણ ભાગ લેશે. ઉપરાંત, ત્રણેય દેશોની મુલાકાત દરમિયાન ત્યાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે. 

    ઉલ્લેખનીય છે કે ઉત્તર અમેરિકન ટાપુ દેશ ડોમિનિકાએ તાજેતરમાં જ પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ સન્માન પુરસ્કારથી સન્માનિત કરવા માટેની ઘોષણા કરી હતી. આ પુરસ્કાર તેમને ડોમિનિકાના રાષ્ટ્રપતિના હસ્તે આ સમિટ દરમિયાન જ એનાયત કરવામાં આવશે. 

    નાઇજીરીયામાં પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. જ્યારે ગુયાનામાં પણ 50 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન જઈ રહ્યા છે.