Thursday, July 10, 2025
More

    અમેરિકી હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની વાતચીત: શાંતિ જાળવી રાખવાની કરી અપીલ

    અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાં પર હુમલા કર્યાં બાદ રવિવારે (22 જૂન) પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન સાથે વાતચીત કરી છે. તેમણે અમેરિકી હુમલા બાદ તણાવ ઓછો કરવા પર અને તાત્કાલિક વાતચીત કરવા પર ભાર આપ્યો છે. વધુમાં તેમણે શાંતિ જાળવી રાખવાની અપીલ પણ કરી છે. વડાપ્રધાને આ વિશેની માહિતી આપી છે. 

    તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે. અમે હાલની સ્થિતિ વિશે વિગતે ચર્ચા કરી છે. હાલમાં તણાવ વધતો જોઈને ચિંતા પણ વ્યક્ત કરી છે.” તેમણે એવું પણ કહ્યું છે કે, “અમે તાત્કાલિક તણાવ ઓછો કરવા, વાતચીત અને કૂટનીતિ દ્વારા આગળ વધવા અને ક્ષેત્રીય શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને ફરીથી મેળવવા માટેના પોતાના આહ્વાનનું પુનરાવર્તન કર્યું છે.” 

    નોંધનીય છે કે, અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાં પર હુમલો કર્યો હતો. જે બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો વધુ કાર્યવાહી કરી તો પરિણામ ભયાનક હશે. તે સિવાય ઇઝરાયેલે પણ અમેરિકી હુમલાનું સ્વાગત કર્યું હતું. ઇઝરાયેલી પીએમ નેતન્યાહુએ કહ્યું હતું કે, તેમણે ઈરાનના પરમાણુ મથકો નષ્ટ કરવાનું તેમનું વચન પૂર્ણ કર્યું છે.