ત્રિનિદાદ અને ટોબેગોની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય સમયાનુસાર શુક્રવારે મોડી રાત્રે તેમને ‘ઓર્ડર ઑફ ધ રિપલ્બિક ઑફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો’ એનાયત કરવામાં આવ્યો. વડાપ્રધાને 140 કરોડ ભારતીયો વતી સન્માન સ્વીકાર્યું હતું.
Honoured to be conferred with ‘The Order of the Republic of Trinidad & Tobago’. I accept it on behalf of 140 crore Indians. https://t.co/eQjnGWHLxV
— Narendra Modi (@narendramodi) July 4, 2025
ત્રિનિદાદ અને ટોબેગોનાં વડાંપ્રધાન કમલા પ્રસાદ બિસેસરે પીએમ મોદીને આ સન્માન આપવાની ઘોષણા કરી હતી. આ પુરસ્કાર વૈશ્વિક ભાગીદારી, ભારતીય સમુદાય સાથે દેશનો એક ઘનિષ્ઠ સંબંધ અને કોરોના મહામારી દરમિયાન ભારત સરકારે કરેલી માનવીય મદદ બદલ આભાર વ્યક્ત કરવા માટે એનાયત કરવામાં આવ્યો.
ખાસ વાત એ છે કે આ પુરસ્કાર મેળવનારા વડાપ્રધાન મોદી પહેલા વિદેશી નેતા છે. આ પહેલાં ઘાનાની યાત્રા દરમિયાન પણ તેમને ત્યાંના સર્વોચ્ચ નાગિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધી 25 દેશો વડાપ્રધાનને સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરી ચૂક્યા છે.