Wednesday, April 9, 2025
More

    108થી વધુ દેશોમાં લાખો જૈનોનું એકસાથે નવકાર મંત્રનું પઠન: દિલ્હીથી PM મોદીએ કરાવ્યો કાર્યક્રમનો પ્રારંભ, ઉજવાઈ રહ્યો છે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’

    JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે 9 એપ્રિલે વિશ્વના 108થી વધુ દેશમાં ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’નું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આ કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ કરાવી હતી. તેમણે દિલ્હીમાં જૈન સમાજ સાથે ‘નવકાર મંત્ર’ના જાપ પણ કર્યા હતા.

    નવી દિલ્હીમાં જૈન સમાજના અન્ય સભ્યો સાથે વડાપ્રધાન મોદીએ પણ ‘નવકાર મહામંત્ર’નો જાપ કર્યો હતો અને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તે સિવાય ગુજરાતમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ 25 હજાર જેટલા જૈન સમાજના લોકોએ ‘નવકાર મંત્ર’નો જાપ કર્યો છે. તે સિવાય વડોદરા, સુરત અને રાજકોટમાં પણ નવકાર મંત્રનો જાપ કરવામાં આવી રહ્યો છે.

    અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાર્યક્રમ થઈ રહ્યો છે. આ સાથે વિશ્વના અનેક દેશોમાં પણ જૈન સમાજના લોકો એકસાથે આવીને નવકાર મંત્રનો જાપ કરીને વિશ્વના કલ્યાણ માટેની કામના કરી રહ્યા છે.