Wednesday, March 12, 2025
More

    ‘કોંગ્રેસથી સહન નથી થઈ રહ્યા OBC પ્રધાનમંત્રી’: મહારાષ્ટ્રની એક ચૂંટણી સભામાં PM મોદીએ કર્યા વિપક્ષ પર પ્રહાર

    હાલ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી (Maharashtra Election) માટે પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. દેશના પ્રધાનમંત્રી પણ આ અભિયાનમાં જોડાયેલા છે. છત્રપતિ સાંભાજી નગરની (Chhatrapati Sambhaji Nagar) એક સભામાં PM મોદીએ (Narendra Modi) કોંગ્રેસ સહિત વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે.

    સભાને સંબોધતા PM મોદીએ કહ્યું, “સરકાર બનાવવા માટે, કોંગ્રેસ પાર્ટી વિકાસમાં નહીં પણ વિભાજનમાં માને છે… શરૂઆતથી, કોંગ્રેસ આરક્ષણની વિરુદ્ધ (Anti Reservation) છે… આજકાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી જૂની જાહેરાતો દર્શાવે છે કે અનામતને લઈને કોંગ્રેસની સાચી વિચારસરણી શું છે.”

    તેઓએ આગળ જોડ્યું કે, “કોંગ્રેસ અનામતને દેશ અને યોગ્યતા વિરુદ્ધ ગણાવતી હતી. કોંગ્રેસની માનસિકતા અને એજન્ડા આજે પણ એ જ છે. તેથી, છેલ્લા 10 વર્ષથી, તેમના માટે ઓબીસી (OBC) સમાજના વડા પ્રધાનને સહન કરવું મુશ્કેલ છે…”