PM નરેન્દ્ર મોદીએ 22 એપ્રિલની સાંજે સાઉદી અરેબિયાના (PM Modi Saudi Arabia Visit) જેદ્દાહ (Jeddah) શહેરમાં પહોંચી ગયા છે. અહીંથી તેમણે તેમની બે દિવસની મુલાકાતની શરૂઆત કરી હતી. આ દરમિયાન, રોયલ સાઉદી એર ફોર્સના F-15 ફાઇટર જેટ્સે તેમના વિમાનને સાઉદી હવાઈ હદમાં પ્રવેશતાં જ એસ્કોર્ટ (Escort) કરીને ભવ્ય સલામી આપી હતી.
આ ખાસ સન્માન ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. ન્યુઝ એજન્સી ANIએ આ વિડીયો સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કર્યો હતો.
#WATCH | In a special gesture, fighter planes from Saudi Arabia escort Prime Minister Narendra Modi's plane as it entered Saudi airspace to Jeddah. pic.twitter.com/Vhzxd6ir5p
— ANI (@ANI) April 22, 2025
આ ઉપરાંત PM મોદીએ પણ X પર પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “જેદ્દાહ, સાઉદી અરેબિયા પહોંચી ગયો છું. આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની દોસ્તીને વધુ મજબૂત કરશે. આજે અને આવતીકાલના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છું.”
Landed in Jeddah, Saudi Arabia. This visit will strengthen the friendship between India and Saudi Arabia. Eager to take part in the various programmes today and tomorrow. pic.twitter.com/Y1HNt9J4nG
— Narendra Modi (@narendramodi) April 22, 2025
તેમની આ મુલાકાત ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે, જેમાં બંને નેતાઓ ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બીજી બેઠકમાં સહઅધ્યક્ષતા કરશે. આ મુલાકાત એટલે પણ ઐતિહાસિક છે કે આ ભારતીય વડાપ્રધાનની 40 વર્ષ બાદ જેદ્દાહની પ્રથમ મુલાકાત છે.
A Saudi Muslim is singing "Aye Vatan" in front of PM Modi, other Muslims enjoying the moment — and in India, newly converted ones find it haram… pic.twitter.com/RIwhqRVCl0
— Mr Sinha (@MrSinha_) April 22, 2025
આ સિવાય જેદ્દાહમાં ભારતીય સમુદાયે વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેનો એક વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે સાઉદી અરેબિયાનો એક મુસ્લિમ વ્યક્તિ રાઝી ફિલ્મનું ‘એ વતન’ ગીત ગાતો દેખાઈ રહ્યો છે અને બાકીના લોકો આ દરમિયાન ભારતના ઝંડા લઈને ઉભા છે.
ભારતીય દૂતાવાસે PM મોદીની આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે. કારણ કે આ મુલાકાત દરમિયાન અનેક MoUs પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ ઉપરાંત, આર્થિક, સંરક્ષણ અને રાજકીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર પણ ચર્ચા થશે.