12 જૂનના રોજ અમદાવાદ પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) ઘટના બાદ હવે પીએમ મોદી (PM Modi) પણ અમદાવાદ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચીને સીધા સિવિલ હૉસ્પિટલ માટે રવાના થયા હતા. અહીં તેમણે પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો સાથે વાતચીત કરી હતી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. વધુમાં તેમણે ઇજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાને લઈને પ્રાર્થના પણ કરી હતી.
#WATCH | PM Modi arrives at Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/Rj1y7U916f
— ANI (@ANI) June 13, 2025
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ સિવિલ હૉસ્પિટલમાં ઇજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટો સાથે પણ મુલાકાત કરી હતી. જે વોર્ડમાં હોસ્ટેલના ડૉક્ટર્સ અને નર્સ હાજર હતા, ત્યાં પણ તેઓ ગયા હતા અને ખબરઅંતર પૂછ્યા હતા. વધુમાં તેમણે દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર યાત્રી સાથે પણ વાતચીત કરી હતી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. તેઓ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી સાથે પણ મુલાકાત કરશે.
આ ઉપરાંત મૃતકોના આંકડાને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે. એર ઇન્ડિયાએ આધિકારિક રીતે પોસ્ટ કરીને જણાવ્યું છે કે, 214 યાત્રીઓના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. તે સિવાય હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને ડૉક્ટરોએ પણ પોતાના જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. કહેવાય રહ્યું છે કે, 268 લોકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે.