Tuesday, March 18, 2025
More

    BRICS સમિટમાં ભાગ લેવા રશિયા પહોંચેલા PM મોદીનું કૃષ્ણ ભજન સાથે થયું સ્વાગત: રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય ચર્ચા શરૂ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) BRICS સમિટમાં ભાગ લેવા માટે મંગળવારે (22 ઑક્ટોબર) રશિયાના (Russia) કઝાન (Kazan) પહોંચ્યા છે. તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

    રશિયાના કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયન સમુદાયના લોકોએ કૃષ્ણ ભજન સાથે સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં રશિયન સમુદાયના લોકો ત્યાં એકઠા થયા હતા અને ‘હરે રામ, હરે કૃષ્ણ’ ભજન સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

    આ ઉપરાંત તાજી માહિતી અનુસાર, કઝાનમાં 16મી BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય વાટાઘાટો પણ શરૂ કરી હતી.