ઑપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત PM મોદી ગુજરાત પહોંચ્યા છે. તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટર રોડ શો પણ યોજ્યો છે. રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા છે. વડાપ્રધાન મોદી કેસરી રંગના કપડાંમાં દેખાઈ રહ્યા છે. આ સાથે જ સમગ્ર રુટ પણ દેશભક્તિના રંગે રંગાઈ ગયો છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi holds a roadshow in Vadodara.
— ANI (@ANI) May 26, 2025
(Source: DD News) pic.twitter.com/H11WcDiVyF
વડાપ્રધાન મોદીના આ રોડ શોને સિંદૂર સન્માન યાત્રા નામ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં વડોદરામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા છે. વધુમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનોએ પુષ્પોથી વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હોવાનું સામે આવ્યું છે. આ યાત્રામાં દિવ્યાંગોથી લઈને બાળકો પણ જોડાયા છે.
વધુમાં સોફિયા કુરેશીના પિતા તાજ મહોમ્મદ અને ભાઈ મહોમ્મદ સંજયે પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. લગભગ 10 મિનિટ સુધી રોડ શો યોજવામાં આવ્યો હતો. સમગ્ર રુટ દરમિયાન વડાપ્રધાન મોદી કોઈપણ સ્થળે ઊભા રહ્યા નહોતા. આ સાથે તેમણે જનતાનું અભિવાદન પણ ઝીલ્યું હતું.