Saturday, April 19, 2025
More

    ‘મૃત્યુનો ડર લાગે છે?’- પોડકાસ્ટમાં પૂછાયેલા પ્રશ્નનો પીએમ મોદીએ આપ્યો રસપ્રદ જવાબ

    પીએમ મોદી સાથેના પોડકાસ્ટમાં લેક્સ ફ્રિડમેને તેમને એક પ્રશ્ન કરતાં કહ્યું કે, “શું તમે મૃત્યુ પર વિચાર કરો છો. મૃત્યુનો ડર લાગે છે?”

    જેવા જવાબમાં પીએમ મોદીએ હાસ્ય સાથે એક પ્રતિપ્રશ્ન કર્યો. તેમણે કહ્યું, “જન્મ બાદ તમે મને કહો કે જીવન કે મૃત્યુ, નિશ્ચિત શું છે?” ફ્રિડમેન ટૂંકો જવાબ આપે છે- ‘મૃત્યુ.’ 

    વડાપ્રધાન આગળ કહે છે, “જન્મ સાથે જે જન્મ લે છે એ મૃત્યુ છે. જીવન આગળ વધે છે. જીવન અને મૃત્યુમાં મૃત્યુ જ નિશ્ચિત છે. તો જે નિશ્ચિત છે તેનો ડર શાનો? જીવન અને મૃત્યુમાં જીવન પર જ શક્તિ લગાવો. તો જ જીવન ખીલશે. જે અનિશ્ચિત છે, એ જીવન છે. તો તેના માટે મહેનત કરવી જોઈએ. તબક્કાવાર તેને વધુ સારું બનાવવાના પ્રયાસ કરવા જોઈએ. જેથી મૃત્યુ ન આવે ત્યાં સુધી તેને પૂર્ણ ખીલવી શકો.”

    આગળ તેમણે કહ્યું, “એટલે મૃત્યુનો વિચાર કાઢી નાખવો જોઈએ. તે આવવાનું હશે ત્યારે આવશે. ફુરસદ હશે ત્યારે આવશે.”