ભારત અને સ્પેનના (India And Spain) વડાપ્રધાન ગુજરાતના મહેમાન બન્યા છે. વડોદરા ખાતે ટાટા અને સ્પેનના એરબસના સંયુક્ત ઉપક્રમે એરક્રાફ્ટ કોમ્પ્લેકસનું (Aircraft Complex) નિર્માણ થયું છે. વડાપ્રધાન મોદી (PM Modi) અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે (Pedro Sanchez) આ કોમ્પ્લેકસનું ઉદ્ઘાટન પણ કર્યું છે. દરમિયાન બંને દેશોના વડાપ્રધાને ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન પણ કર્યું હતું
PM મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, “મારા મિત્ર પેડ્રો સાંચેઝની આ પહેલી ભારત મુલાકાત છે. આજે અમે સ્પેનની પાર્ટનરશિપને નવી દીધામાં લઈ જઈ રહ્યા છીએ. અમે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના પ્રોડક્શનની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. આ ફેક્ટરી ભારત અને સ્પેનના સંબંધોને વધુ મજબૂત બનાવશે.” ઉપરાંત તેમણે કહ્યું હતું કે, વડોદરા એનિવેશન મેન્યુફેક્ચરિંગનું હબ પણ બનશે.
ઉપરાંત વડાપ્રધાન મોદીએ ભારતના મહાન ઉદ્યોગપતિ દિવંગત રતન ટાટાને પણ યાદ કર્યા હતા. તેમણે ટાટા કંપની સાથેના સંયુક્ત એરક્રાફ્ટ કોમ્પ્લેકસ વિશે વાત કરતાં કહ્યું હતું કે, આજે રતન ટાટા જીવિત હોત તો તેઓ ખૂબ ખુશ થયા હોત. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેકસના મહત્વ વિશે પણ સમજાવ્યું હતું.